ભાગળ ચાર રસ્તા પર ભારતીય ક્રિકેટ ટીમની જીતની ઉજવણી
સુરતમાં વુમન્સ ક્રિકેટ ટીમની જીતની ઉજવણી કરાઈ
લોકો રસ્તા પર ઉતરી અને ફટાકડા ફોડી ઉજવણી કરી
સુરતના ભાગળ ચાર રસ્તા પર ભારતીય ક્રિકેટ ટીમની જીતની ઉજવણીની જેમ જ ભારતીય વુમન્સ ક્રિકેટ ટીમની જીતની ઉજવણી કરાઈ હતી. લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.
વુમન્સ વનડે વર્લ્ડ કપ 2025ની ફાઈનલમાં ભારતીય ટીમે સાઉથ આફ્રિકા સામે 53 રને ધમાકેદાર જીત મેળવી છે. મહિલા વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારતીય મહિલા ટીમે આ ટાઈટલ પ્રથમવાર જીત્યું છે. મહિલા ક્રિકેટ ટીમની આ સિદ્ધિને લઈ ગુજરાત સહિત દેશભરમાં જશ્નનો માહોલ છે. મોડીરાતે અમદાવાદ, સુરત, વડોદરા સહિતના શહેરોમાં લોકો રસ્તા પર ઉતર્યા હતા અને મહિલા ક્રિકેટ ટીમની જીતને સેલિબ્રેટ કરી હતી. લોકોએ તિરંગા સાથે બાઈક રોલી યોજી હતી, તો કેટલાકે ફટાકડા ફોડી આતશબાજી કરી હતી.
