સુરતમાં અસામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામ પર હથોડા
આરોપી મિતેશ ગાબાણી સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
ગેરકાયદે બાંધકામ પર પોલીસે બુલડોઝર ફેરવ્યું
સુરતમાં અસામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામ પર પોલીસ બુલડોઝર ફેરવી રહી છે ત્યારે મનીષ કુકરી ગેંગના મિતેશ ગાબાણીના ગેરકાયદે બાંધકામને સરથાણા પોલીસે પાલિકાની ટીમ સાથે મળી દુર કર્યુ હતું.
સુરતમાં કુખ્યા આરોપીઓના ગેરકાયદેસર બાંધકામ પર દાદાનું બુલડોઝર ફરી રહ્યુ છે. ત્યારે મનીષ કુકરી ગેંગના મિતેશ ગાબાણી ના ગેરકાયદેસર બાંધકામનું ડીમોલીશન કરાયુ હતું. સરથાણા પોલીસ સ્ટેશનમાં આરોપી મિતેશ ગાબાણી સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો છે જેને લઈ સુરતની સરથાણા પોલીસે એસએમસીની ટીમને સાથે રાખી ડિમોલિશન કર્યું હતું. આરોપીએ પોતાની સોસાયટીમાં જ પોતાના મકાન ઉપર ગેરકાયદેસર ત્રણ માળનું બાંધકામ કર્યું હતું. જેનુ ડિમોલીશન કરાયુ હતું.
