સુરતમાં દિવાળી બાદ રોગચાળાએ માથુ ઉંચક્યુ
નવી સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં 700 કેસો
250 જેટલા દર્દીઓ તો માત્ર ઝાડા-ઉલટી અને વાયરલ ઈન્ફેક્શનના
સુરતમાં જાણે દિવાળી બાદ રોગચાળાએ માથુ ઉંચક્યુ હોય તેમ લાગી રહ્યુ છે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં 700 માંથી 250 જેટલા દર્દીઓ તો માત્ર ઝાડા-ઉલટી અને વાયરલ ઈન્ફેક્શનના છે.
સુરતમાં કમોસમી વરસાદ બાદ જાણે હવે રોગચાળો માથુ ઉંચકી રહ્યુ હોય તેમ લાગી રહ્યુ છે. કારણ કે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં 700માંથી 250 જેટલા દર્દીઓ માત્ર ઝાડા-ઊલટી અને વાયરલ ઇન્ફેક્શનના છે. કમોસમી વરસાદ અને દિવસ દરમિયાન પડી રહેલો તડકો એમ બેવડી ઋતુના અનુભવને કારણે શહેરમાં વાયરલ ઈન્ફેક્શન અને પાણીજન્ય રોગોના કેસોમાં મોટો વધારો થયો છે. ડોક્ટરો દ્વારા લોકોને ખાસ કાળજી રાખવવા અપીલ કરાઈ છે.
