સુરતની નર્મદ યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરિતી સામે કડક વલણ
અલગ અલગ કોલેજમાં લેવાયેલી પરીક્ષા બાબતે કડક વલણ અપનાવ્યું
147 વિદ્યાર્થીને જૂન-જુલાઈની પૂરક પરીક્ષા આપવા દેવાશે નહીં
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી માં હવે પરિક્ષામાં ગેરરિતી કરનારાઓ સામે કડક વલણ અપનાવવામાં આવશે. નર્મદ યુનિવર્સિટી ખાતે માલપ્રેક્ટિસ ઈન્કવાયરી કમિટિની બેઠકમાં ગેરરીતિ આચરનારા વિદ્યાર્થીઓ સામે કડક પગલા ભરવા નિર્ણય કરાયો હતો.
સુરતમાં આવેલી વીએનએસજીયુ દ્વારા પરીક્ષામાં ગેરરીતિ સામે કડક વલણ અપનાવવામાં આવ્યુ છે. અલગ અલગ કોલેજમાં લેવાયેલી પરીક્ષા બાબતે કડક વલણ અપનાવ્યું છે. નર્મદ યુનિવર્સિટી ખાતે માલપ્રેક્ટિસ ઈન્કવાયરી કમિટીની બેઠકમાં ગેરરીતિ આચરનારા વિદ્યાર્થીઓ સામે કડક પગલાં ભરવા નિર્ણય કરાયો છે. જેમાં 147 વિદ્યાર્થીને જૂન-જુલાઈની પૂરક પરીક્ષા આપવા દેવાશે નહીં સાથે કાપલી, હાથ-પગ પર કે પેન્સિલ-રબર પર લખાણ સહિતના કેસ નોંધાયા હતાં. કમિટીએ આક્ષેપિત વિદ્યાર્થીઓનાં નિવેદનો પણ નોંધ્યાં છે. અને ગંભીર પ્રકારની ગેરરીતિઓની નોંધપાત્ર સંખ્યા છે. 68 વિદ્યાર્થી પાસેથી કાપલીમાં લખાયેલી સામગ્રી મળી હતી. તો 41 વિદ્યાર્થી કાપલીમાંની સામગ્રીને જ વાપરીને જવાબ લખતા પકડાયા હતાં. મોબાઈલ, સ્માર્ટવોચ અથવા બ્લૂટૂથ ઉપકરણ હોવું 11 વિદ્યાર્થી પાસેથી સંચાર સાધનો મળ્યા હતા, જેથી નકલની શકયતાઓ વધી રહી હતી. તો એક વિદ્યાર્થીએ પેન ઉપર લખાણ છુપાવ્યું હતું. જેને લઈ હવે ગેરરિતી કરનારા વિદ્યાર્થીઓ સામે કડક પગલા લેવાશે તેમ નિર્ણય લેવાયો છે.