સુરત શહેર જિલ્લાની સ્કૂલો માટે ફાયર એનઓસી ફરજિયાત
સ્કુલેનો ફાયર એનઓસી અને મોકડ્રિલનો રિપોર્ટ રજુ કરવા આદેશ
સ્કૂલો ફાયર એનઓસી વિના આવશે તો તેમને દંડ ફટકારવામાં આવશે
આગ લાગવાની ઘટનાઓને રોકવા માટે સુરત જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ધોરણ 10 અને 12ની માર્કશીટ લેવા આવનાર તમામ સ્કુલેનો ફાયર એનઓસી અને મોકડ્રિલનો રિપોર્ટ રજુ કરવા આદેશ કરાયો છે અને જો નહી કરે તો સ્કુલને દંડ કરાશે તેમ પણ જણાવાયુ હતું.
સુરત શહેર જિલ્લાની સ્કૂલો માટે ફાયર એનઓસી ફરજિયાત છે. પરંતુ અનેક સ્કૂલો બેદરકારી દાખવતા શિક્ષણ વિભાગે કડક વલણ અપનાવી ડીઈઓ મારફતે ફાયર એનઓસી વિનાની સ્કૂલોને દંડ ફટકારી રહી છે. સુરત જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભગીરથસિંહ પરમારના જણાવ્યા મુજબ ધોરણ 10 અને 12ની માર્કશીટ વિતરણ વખતે દરેક સ્કૂલોએ ફરજિયાત ફાયર એનઓસી તથા ફાયર મોકડ્રીલનો રિપોર્ટ રજૂ કરવો પડશે. વિજ્ઞાન પ્રવાહના ધો.-12ની માર્કશીટ સ્કૂલોને અપાશે. માર્કશીટ લેવા આવનારી સ્કૂલો ફાયર એનઓસી વિના આવશે તો તેમને દંડ ફટકારવામાં આવશે. હાઈકોર્ટના આદેશને અનુસરી શિક્ષણ વિભાગે ફાયર એનઓસી અંગેનો રિપોર્ટ માંગ્યો હતો. ત્યારબાદ સુરત જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સીધી તપાસ શરૂ કરી રહી છે. ડીઇઓના જણાવ્યા મુજબ સુરક્ષા વિના વિદ્યાર્થીઓને જોખમમાં મૂકવું હવે બંધ કરવું પડશે. એનઓસી વિનાની સ્કૂલો સામે કડક કાર્યવાહી કરાશે. 68 સ્કૂલોમાં બેદરકારી દેખાતા દંડ લાદાયો તાજેતરની તપાસમાં બહાર આવ્યું છે કે સુરત શહેરની 24 અને ગ્રામ્યની 44 સ્કૂલોને પાસે ફાયર એનઓસી ન હતું. જે તમામ સ્કૂલોને રૂપિયા 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. હવે આવા કોઈ નવા કેસ નહીં બને તે માટે તબક્કાવાર ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.