સુરતમાં ફરી જીવલેણ હુમલો કરાયો
ધાબા પર ઉંઘતા મજુરો પર જીવલેણ હુમલો કરાયો
મજૂરોએ ચોરને પકડી પાડતા એક ચોર એ ચપ્પુ વડે હુમલો કર્યો
સુરત જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર એવા વરેલી ગામમાં ચોરો દ્વારા રાત્રીના સમયે ધાબા પર ઉંઘતા મજુરો પર જીવલેણ હુમલો કરાયો હતો. મજુરોએ ચોરને પકડી પાડતા ચોરે ચપ્પુ મારતા ત્રણ મજુરો ઈજાગ્રસ્ત થયા હતા જેઓને સારવાર માટે સુરત સિવિલમાં ખસેડાયા હતાં.
સુરત જિલ્લામાં ચોરોનો આતંક સામે આવ્યો હતો. સુરત જિલ્લાના વરેલી ગામમાં મજૂરો પર ચોરોએ જીવલેણ હુમલો કર્યો હતો. વરલી ગામમાં મજૂરો ધાબા પર સૂતા હતા ત્યારે ચોર મોબાઇલ ફોન ચોરી કરી ફરાર થઈ થાય હતા. તો ચોરો ભાગી રહ્યા હોય મજુરો જાગી જતા મજૂરોએ ચોરને પકડી પાડતા એક ચોર એ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. તો અન્ય ચોરોએ પણ ચપ્પુ, તલવાર લઈને આવી 5 મજૂરો પર હુમલો કર્યો હતો. જેને લઈ હુમલોમાં ગંભીર રીતે ઘવાયેલા ત્રણ મજૂરોને સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં. તો બીજી તરફ પોલીસ સમયસર ઘટના સ્થળે પહોંચી જઈ ત્રણ ચોરોની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યુ છે.