સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર બાદ પોલીસ એક્શન

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર બાદ પોલીસ એક્શન
વરાછા વિસ્તારમાં બ્રિજ નીચે થતી ગેરકાયદે પ્રવૃત્તિ દુર કરાય
ગેરકાયદે વસવાટ કરતા લોકોને હટાવાયા

સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર બાદ વરાછા વિસ્તારમાં બ્રિજ નીચે થતી ગેરકાયદે પ્રવૃત્તિ દુર કરવાની સાથે ગેરકાયદે વસવાટ કરતા લોકોને હટાવાયા હતાં.

સુરતના વરાછા વિસ્તારમાં બ્રિજ નીચે ગેરકાયદે રહેતા લોકો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હોવાનો પત્ર ધારાસભ્ય કુમાર કાનાણીએ લખતા પોલીસ અને પાલિકા તંત્ર દોડતુ થયુ હતું. અને પોલીસ અને પાલિકા દ્વારા સરથાણાથી વરાછા બ્રિજ નીચે ગેરકાયદેસર વસવાટ કરતા લોકોને હટાવ્યા હતાં. પાલિકાના દબાણ ખાતા દ્વારા બ્રિજ નીચે રહેલી ગંદકીને પણ દૂર કરવામાં આવી હતી. વરાછા વિસ્તારના જાગૃત યુવાનો દ્વારા આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેનું ધારાસભ્ય કુમાર કાનાણીએ સમર્થન આપી આ બાબતનો પત્ર મનપા કમિશનરને લખ્યો હતો.

બ્રિજ નીચે વસવાટ કરતા લોકો દારૂ પીને જ્યાં ત્યાં પડ્યા રહેતા હોવાનું સાથે ગાંજાનું વેચાણ કરતા હોવાના વિડિયો પણ સામે આવ્યા હતા ત્યારે હવે આ મામલે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતા ખરેખર ધારાસભ્ય કુમાર કાનાણીનુ લોકોએ આભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *