સુરતમાં ગેરકાયદે દબાણો પર પાલિકાની લાલ આંખ
મહાનગર પાલિકાની રાંદેર ઝોન દ્વારા દબાણો દુર કરાયા
હાઉસિંગ બોર્ડમાં દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરાઈ
પોલીસ બંદોબસ્ત સાથે રાંદેર ઝોન દ્વરા દબાણો દુર કરાયા
સુરતમાં જાહેર માર્ગો પર દબાણ કરનારાઓ સામે પાલિકા તંત્ર દ્વારા લાલ આંખ કરાઈ છે ત્યારે રાંદેર ઝોન દ્વારા પાલનપુર પાટીયા પાસે હાઉસિંગ બોર્ડમાં કરાયેલા દબાણોને દુર કરવાની કામગીરી હાથ ધરી હતી.
સુરતમં જાહેર માર્ગો પર અનેક જગ્યાએ દબાણો જોવા મળે છે જેને લઈ ટ્રાફિકની સમસ્યા વકરતી જાય છે. ત્યારે હવે જાહેર માર્ગો પર દબાણ કરનારાઓ સામે સુરત મહાનગર પાલિકાની ટીમ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ત્યારે સુરત મહાનગર પાલિકાની રાંદેર ઝોન દ્વારા દબાણો દુર કરાયા હતાં. રાંદેર ઝોન દ્વારા પાલપુર પાટીયા પાસે આવેલ હાઉસિંગ બોર્ડમાં દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. તો દબાણ દુર કરતી વેળાએ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત સાથે રાંદેર ઝોન દ્વરા દબાણો દુર કરાયા હતાં.