સુરતમાં 6 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપ્યો
પોલીસે ઠગને અમદાવાદના નરોલીથી ઝડપી પાડ્યો
સુરતની ચોક બજાર પોલીસે છેલ્લા છ વર્ષથી અલગ અલગ નામ ધારણ કરી અલગ અલગ જગ્યાએ વ્યવસાય કરી પોતાની ઓળખ છુપાવી છેતરપિંડીના ગુનાઓને અંજામ આપી નાસતા ફરતા ઠગને અમદાવાદથી ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો છે.
સુરત પોલીસ ગુજરાતના પોલીસ વડાની સુચનાથી 5 મે 2025 થી 20 મે 2025 સુધી નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે સ્પેશીયલ ડ્રાઈવનુ આયોજન કરાયુ હોય જે અંતર્ગત સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત તથા ખાસ પોલીસ કમિશનર વાબાંગ ઝમીર, સેક્ટર વન તથા નાયબ પોલીસ કમિશનર ઝોન થ્રી પીનાકીન પરમાર અને ઈન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર ઈ ડિવિઝન એલ.બી. ઝાલાના માર્ગદર્શન હેઠળ ચોક બજાર પી.આઈ. એન.જી. ચૌધરી તથા સર્વેલન્સ સ્ટાફના પી.એસ.આઈ. એસ.આઈ. મકરાણીનાઓની ટીમના અનાર્મ હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ રવજીભાઈ તથા અનાર્મ હેડ કોન્સ્ટેબલ રવિરાજસિંહ તરસંગભાઈએ ચોક બજાર પોલીસ મથમકાં 44 લાખ 61 હજારથી વધુની ઠગાઈના ગુનામાં નાસતા ફરતા રીંકુ ઉર્ફે રોનક હસમુખલાલ બ્રહ્મક્ષત્રીય ખત્રીને અમદાવાદ ના નારોલી ખાતેથી ઝડપી પાડ્યો હતો. અને તેને સુરત લાવી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.