નવસારી જિલ્લામાં બકરીઈદના તહેવારને લઇ પોલીસ સતર્ક
પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
નવસારી જિલ્લામાં બકરીઈદના તહેવારને ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે.
તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેના ભાગરૂપે દાભેલ ગામમાં એલસીબી મરોલી સહિત વિવિધ બ્રાંચના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વિશાળ ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું. પેટ્રોલિંગ દરમિયાન ગામના સંવેદનશીલ વિસ્તારો, અવાવરૂ જગ્યાઓ તેમજ જાહેર સ્થળો પર ખાસ નજર રાખવામાં આવી હતી. આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ સાથે ડ્રોન કેમેરા મારફતે પણ સમગ્ર વિસ્તારનું મોનીટરીંગ કરવામાં આવ્યું હતું, જેથી કોઈ શંકાસ્પદ હલચલ પર તરત જ કાર્યવાહી થઈ શકે.
આ ઉપરાંત પોલીસ વિભાગ દ્વારા દાભેલ ગામના મુખ્ય આગેવાનો અને ગ્રામજનો સાથે ‘શાંતિ સમિતિ’ની બેઠક યોજાઈ હતી. બેઠકમાં તહેવાર દરમિયાન શાંતિ, સૌહાર્દ અને ભાઈચારો જાળવવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. ગામના આગેવાનોએ પણ પોલીસ પ્રશાસનને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી .
