માંડવી તાલુકાના નોગામાં ગામે જોરા ફળિયામાં ગણપતિ મહોત્સવ
જય જલારામ યુવક મંડળ દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન
આરતી ભજન કીર્તન તથા ડાયરાનું પણ આયોજન
આજરોજ સુરત જિલ્લાના માંડવી તાલુકાના નોગામાં ગામે જોરા ફળિયામાં જય જલારામ યુવક મંડળ દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું હતું
જેમાં ગામના તથા ફળિયાના વડીલો યુવાનો નાના-મોટા ભાઈ બહેનો તથા ભૂલકાઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ભજન કીર્તન મહિલા મંડળ તથા યુવક મંડળ તથા ગરબા રાસ રમી અને લોકડાયરો રાખી ખૂબ ઉત્સાહપૂર્વક ગણેશજીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. માંડવી તાલુકાના નોગામાં ગામમાં અંબાજી માતાનું મંદિર આવેલું છે ત્યાં પણ વર્ષોથી ગણેશજીની પ્રતિમા મૂકવામાં આવે છે ત્યાં પણ દરેક ભક્તજનો આરતી અને મહાપ્રસાદીનો લાભ લઇ છે. પરંતુ જોરા ફળિયાની અંદર ગણેશજીની પ્રતિમાનું પૂજન કરવાનું મહત્વ એ હતું કે ફળિયાના વડીલો જે શારીરિક રીતે સ્વાસ્થ્ય નથી અને વધારે ઉંમર થઈ હોવાને કારણે અસ્તભુજા અંબાજી માતાજીના મંદિર સુધી જવું તેઓના માટે શક્ય ન હતું તેથી ફળિયામાં જ તેમને આરતી ભજન કીર્તન તથા ડાયરાનો લાભ મળી રહે તે હેતુથી ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. ગણેશ મહોત્સવમાં ભક્તિભાવથી યુવાનો જોડાઈ રહે તથા નવા યુગલો જેમણે પ્રભુતામાં પગલાં માંડ્યા છે. તેઓએ સત્ય નારાયણ દેવની સમુહ કથા રાખવામાં આવી હતી. તેમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સાથે આજે ફળિયાના બહેનો ભેગા મળી આરતીના સમયે 56 ભોગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું વડીલો અને યુવાનોએ મહાપ્રસાદી બધાને મળી રહે તેઓ સરસ મજાનું આયોજન કર્યું હતું સાથે યુવાનો દ્વારા લોકડાયરાનું પણ આયોજન ખૂબ સરસ રીતે કરવામાં આવ્યું હતું
