આ ગામમાં ચાલે છે મહિલાઓનું રાજ,
અહીં નથી રહી શકતો કોઈ પુરુષ; એન્ટ્રી પર છે સંપૂર્ણ પ્રતિબંધ
દુનિયાભરમાં ભલે મહિલાઓ અને પુરુષોને સમાન અધિકાર આપવાની વાત કરવામાં રહી હોય, પરંતુ કેટલીક જગ્યાએ હજુ પણ મહિલાઓ સમાનતા માટે લડી રહી છે. પુરુષપ્રધાન સમાજમાં મહિલાઓ શક્ય તેટલી મુક્તપણે બહાર જવાનો અને શ્વાસ લેવાનો પ્રયાસ કરે છે. જો કે, આ પરિસ્થિતિ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના કેટલાક અન્ય દેશોમાં પણ જોવા મળે છે. ચાલો આજે અમે તમને દુનિયાના એક એવા સ્થળ વિશે જણાવીએ જ્યાં ફક્ત મહિલાઓ જ રાજ કરે છે. અહીં પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ છે.
ઉત્તરી કેન્યાના સેમબુરુ કાઉન્ટીમાં ઉમોજા નામનું એક ગામ આવેલું છે, જ્યાં ફક્ત મહિલાઓ જ રહે છે. આ ગામ આદિવાસી વસાહતો જેવું લાગે છે.
આ ગામ અને બીજા ગામોમાં ફક્ત એક જ ફરક છે, આ ગામમાં કોઈ પુરુષ નથી. અહીં ફક્ત મહિલાઓનું રાજ છે. આ ગામમાં પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ છે.
ઉમોજામાં મોટાભાગની એવી મહિલીઓ રહે છે જેમણે જાતીય હિંસા અને દુર્વ્યવહારનો સામનો કર્યો છે. આ કારણે તેમના પરિવારોએ તેમને ત્યજી દીધા.
આ ગામમાં એવી મહિલાઓ પણ રહે છે, જેમના બાળ લગ્ન અથવા મહિલાઓના ખતનાથી બચીને ભાગી હોય. આ ગામમાં લગભગ 50 પરિવારો રહે છે.
જો કે, ગામમાં પરિવારના લોકોની સંખ્યા ઘટતી-વધતી રહે છે. આ ગામ તેના રહેવાસીઓને મહિલા અધિકારો અને લિંગ આધારિત હિંસા વિશે શિક્ષિત કરે છે.
આ ગામમાં કોઈપણ મહિલાના પુત્રને ફક્ત 18 વર્ષની ઉંમર સુધી ગામમાં રહેવાની મંજૂરી છે. આ પછી તેને બીજે ક્યાંક જવું પડે છે. ઉમોજામાં રહેતી સ્ત્રીઓ સંબુરુ સંસ્કૃતિની છે.
આ એક પિતૃસત્તાક સમાજ છે જ્યાં બહુપત્નીત્વ પ્રચલિત છે. અહીં પર સૌથી વધારે મ્યુટિલેશન કરવામાં આવે છે. દરેક ઉંમરની મહિલાઓ અહીં પર આવીને રહી શકે છે.