સુરતના ખાતે યારિતુ બાય જીજે-૫ ફેશન સ્ટે ક્લાસીનું ગ્રાન્ડ ઓપનિંગ
ધ ગેલેરીયા મોલ સામે પ્રગતિ આઈટી વર્લ્ડમાં ઓપનિંગ
યારિતુ સ્ટે ક્લાસીની મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં પણ બ્રાન્ચ
સુરતના કિરણ ચોક ખાતે યારિતુ બાય જીજે-૫ ફેશન સ્ટે ક્લાસીનું ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જાણીતા બોલિવૂડ કલાકાર રાજપાલ યાદવ, ધારાસભ્ય કુમાર કાનાણી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
સુરતના યોગીચોકથી કિરણ ચોક રોડ વચ્ચે આવેલ ધ ગેલેરીયા મોલ સામે પ્રગતિ આઈટી વર્લ્ડમાં રવિવારે યારિતુ બાય GJ5 ફેશન સ્ટે ક્લાસીનુ ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે ફિલ્મ એક્ટર અને કોમેડિયન રાજપાલ યાદવ અને લોક ગાયક રાજદાન ગઢવી તથા મીતલ લેવા અને ધારાસભ્ય કુમાર કાનાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. રવિવારે સવારે યોજાયેલા યારિતુ સ્ટે ક્લાસીના ગ્રાન્ડ ઓપનિંગ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ચાહકો હાજર રહ્યા હતાં. ગ્રાન્ડ ઓપનિંગ સેલિબ્રેશનમાં ભાગ લેનારાઓને લક્કી ડ્રો વિનર બનાવાયા હતા જેમાં ત્રણ આકર્ષક ઈનામો જેમાં એક્ટીવા, ફ્રિઝ અને ટીવી રાખવામાં આવ્યા હતાં. યારિતુ સ્ટે ક્લાસીની મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં પણ બ્રાન્ચ આવેલી છે અને હવે સુરત શહેરમાં પણ ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવ્યું છે.
