સુરતમાં ખાડીપૂરની પરિસ્થિતિ બાદ મનપાની પહેલી સામાન્ય સભા મળશે.
સામાન્ય સભા પહેલા એનએસયુઆઈ અને કોંગ્રેસનો મનપા કચેરી ખાતે વિરોધ.
ખાડી પૂરના પાણી રોકાતા નથી અને સિંધુ નદીનું પાણી રોકવા નીકળ્યા છે: વિપક્ષ
સુરતમાં આવેલા ખાડી પુરની સ્થિતિ બાદ આજે સુરત મહાનગર પાલિકાની સામાન્ય સભા મળનાર હોય તે પહેલા કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા મનપાની મુખ્ય કચેરીએ વિરોધ પ્રદર્શન કરાયુ હતું. અને હાથમાં ઢાંકણી લઈ તેમાં ડુબી મરોના નારા લગાવાયા હતા.
ખાડીપૂરની પરિસ્થિતિ બાદ સુરત મહાનગરની પહેલી સામાન્ય સભા મળે તે પહેલા જ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા વિરોધ કરાયો હતો. સામાન્ય સભા પહેલા એનએસયુઆઈ અને કોંગ્રેસ દ્વારા સુરત મહાનગર પાલિકાની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરાયુ હતું અને સત્તાધીશો તથા હોદ્દેદારો ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરોના નારા લગાવાયા હતાં. સુરતમાં ખાડી પૂરના પાણી રોકાતા નથી અને સિંધુ નદીનું પાણી રોકવા નીકળ્યા છે તેવા શબ્દો સાથે પણ વિરોધ કરાયો હતો. સુરતમાં ખાડીપુર રોકાતું નથી અને વિસાવદરને પેરિસ બનાવવાની વાતો કરતા લોકો ઢાંકણીના પાણીમાં ડૂબીમરોના નારા સાથે વિરોધ કરાયો હતો. તો આ સમયે વિરોધ કરી રહેલા કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.