સુરતમાં જવેલર્સની દુકાનના તાળા તોડનારા દબોચાયો
આરોપી જ્વેલર્સની દુકાનમાં તાળા તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો
પોલીસે ઘરફોડ ચોરને સીસીટીવીની ફુટેજની મદદથી ઝડપી પાડ્યો
ઈચ્છાપોર પોલીસે જ્વેલર્સની દુકાનમાં તાળા તોડી ઘરફોડ ચોરીનો પ્રયાસ કરનાર રીઢા ઘરફોડ ચોરને સીસીટીવીની ફુટેજની મદદથી ઝડપી પાડ્યો છે.
સુરતમાં વધી રહેલી ચોરી સહિતની ઘટનાઓ વચ્ચે ઈચ્છાપોર પોલીસે એક રીઢા ચોરને ઝડપી પાડ્યો છે. ઈચ્છાપોર પોલીસ મથકની હદમાં આવેલ પ્રકાશ જ્વેલર્સમાં રાત્રીના સમયે શટરના તાળા તોડી ઘરફોડ ચોરીનો પ્રયાસ કરાયો હતો જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જેને લઈ ઈચ્છાપોર પોલીસે તપાસ હાથ ધરી હતી. ઈચ્છાપોર પોલીસે સીસીટીવી ફુટેજ સાથે હ્યુમન સોર્સીસની મદદથી તપાસ હાથ ધરી જ્વેલર્સમાં ચોરીનો પ્રયાસ કરનાર જહાંગીરપુરા દાંડી રોડ પર આવેલ સુંદરવન સોસાયટીમાં રહેતા આકાશકુમાર સુરેશ પટેલને ઝડપી પાડ્યો હતો અને તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.