અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલી જયશ્રી પટેલનો મૃતદેહ ખંભીસર પહોંચ્યો
9 દિવસ બાદ ડીએનએ મેચ થતાં મૃતદેહ પરિવારને સોંપાયો,
ગ્રામજનોએ આપી ભાવભીની શ્રદ્ધાંજલિ
અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં 12 જૂને થયેલા વિમાન અકસ્માતમાં મૃત્યુ પામેલી અરવલ્લી જિલ્લાની ત્રીજી યુવતી જયશ્રી પટેલનો મૃતદેહ આજે તેના વતન ખંભીસર લાવવામાં આવ્યો. ડીએનએ પરીક્ષણમાં મેચ થયા બાદ વહેલી સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલથી મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો.
અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલી જયશ્રી પટેલનો મૃતદેહ ખંભીસર સુરક્ષા બંદોબસ્ત સાથે લાવવામાં આવ્યો, ત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થયા હતા. શબવાહિનીમાં રાખેલા મૃતદેહ પર લોકોએ પુષ્પવર્ષા કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ દુःખદ પ્રસંગે ઉપસ્થિત તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં 12 જૂને થયેલા વિમાન અકસ્માતમાં મૃત્યુ પામેલી અરવલ્લી જિલ્લાની ત્રીજી યુવતી જયશ્રી પટેલનો મૃતદેહ આજે તેના વતન ખંભીસર લાવવામાં આવ્યો. DNA પરીક્ષણમાં મેચ થયા બાદ વહેલી સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલથી મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો.
જયશ્રી પટેલના માત્ર ત્રણ મહિના પહેલા જ લગ્ન થયા હતા. લગ્ન બાદ પ્રથમ વખત તે પોતાના પતિ પાસે લંડન જઈ રહી હતી. વિમાન દુર્ઘટનામાં અરવલ્લી જિલ્લાની ત્રણ મહિલાઓનું મૃત્યુ થયું હતું. બે મહિલાઓની અંતિમવિધિ પહેલાં થઈ ચૂકી છે. જયશ્રી પટેલના મૃતદેહને ખંભીસરથી તેની સાસરી ડુંગરવાડા લઈ જવામાં આવશે, જ્યાં તેની અંતિમવિધિ કરવામાં આવશે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી