૨૧મી જૂન – ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
અરવલ્લી જિલ્લાના કલેક્ટર પ્રશસ્તિ પારીક દ્વારા વિશેષ પ્રેસ કોન્ફરન્સનું આયોજન
કલેક્ટરે યોગના આરોગ્ય લાભો અને જિલ્લા સ્તરે યોજાનારા કાર્યક્રમોની માહિતી આપી
જાહેર જનતાને યોગદિવસે જોડાવાની અપીલ
૨૧મી જૂન ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
મોડાસાના પોલીસ હેડ ક્વાટર ખાતે યોજાશે જિલ્લા કક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આપણા યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના અથાગ પ્રયાસોથી, ૨૦૧૪માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ૨૧મી જૂન ને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો, અને ત્યારથી યોગ વિશ્વભરના કરોડો લોકોની દૈનિક જીવનશૈલીનો હિસ્સો બની ગયો છે. આજે ભાષા અને સંસ્કૃતિના ભેદભાવ ભુલીને, વિશ્વના ખૂણેખૂણેથી લોકો યોગાભ્યાસ કરી રહ્યા છે, જે શાંતિ, સ્વાસ્થ્ય અને એકતાનો સંદેશ ફેલાવી રહ્યા છે. માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ મન કી બાત” કાર્યક્રમમાં મેદસ્વિતા જેવી ગંભીર સમસ્યા માટે ચિંતા વ્યક્ત કરી હતી. તેને ધ્યાને રાખીને, આપણા દૂરંદેશી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિધાનસભા સત્રમાં આ વર્ષને “સ્વસ્થ ગુજરાત-મેદસ્વિતા મુક્ત ગુજરાત તરીકે ધોષિત કર્યું છે.જેના ભાગરૂપે ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ ‘યોગ ફોર વન અર્થ, વન હેલ્થ* ( Yoga For One Earth. One Health) તથા “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અંતર્ગત ૨૧મી જૂન ૨૦૨૫ ના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ પોલીસ હેડ ક્વાર્ટ્સ, મોડાસા ખાતે ઉજવવામાં આવનાર છે.જેમાં અંદાજિત ૨૫૦૦ લોકો જોડાશે.
અરવલ્લી જિલ્લા ખાતે તા.૧૫/૦૬/૨૦૨૫ થી તા.૨૦/૦૬/૨૦૨૫ દરમ્યાન જુદાજુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ. જેમાં તા.૧૫/૦૬/૨૦૨૫ ના રોજ ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ આધારીત સાયકલ રેલીનું આયોજન સહયોગ ચોકડીથી પ્રસ્થામ કરવામાં આવેલ.અરવલ્લી જિલ્લાખાતે બે આઇકોનીક સ્થળો (૧) શ્યામલવન,શામળાજી તથા (૨) માઝુમ ડેમ,વોલ્વા તા.મોડાસા ખાતે યોગના કાર્યક્રમો કરવામાં આવેલ.અરવલ્લી જિલ્લાની દરેક શાળાઓ ખાતે ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ આધારીત નિબંધ સ્પર્ધા અને ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે.
અરવલ્લી જિલ્લા ખાતે દરેક તાલુકાકક્ષાએ પણ ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.જેમાં ધનસુરા તાલુકાકક્ષાનો કાર્યક્રમ શ્રી જે.એસ. મહેતા હાઇસ્કુલ, ધનસુરા ખાતે, બાયડ તાલુકાકક્ષાનો કાર્યક્રમ શ્રી એન.એચ.શાહ હાઇસ્કુલ,બાયડ ખાતે, માલપુર તાલુકાકક્ષાનો કાર્યક્રમ શ્રી હરિઓમ વિદ્યાલય, માલપુર ખાતે, ભિલોડા તાલુકાકક્ષાનો કાર્યક્રમ શ્રી આર.જે.તન્ના પ્રેરણા વિદ્યામંદિર, ભિલોડા ખાતે અને મેઘરજ તાલુકાકક્ષાનો કાર્યક્રમ શ્રી મૉડેલ સ્કુલ,મેઘરજ ખાતે ઉજવવામાં આવનાર છે….