અરવલ્લી જિલ્લા ભાજપા સંગઠન અરવલ્લી જિલ્લા દ્વારા શ્રધાંજલિ
અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી
જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપ સંગઠન ધ્વારા શોકસભાનું આયોજન
અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું પણ દુઃખદ અવસાન થયેલ છે જેમાં અન્ય મુસાફળો પણ મૃત્યુ પામેલ જે અંતર્ગત અરવલ્લી જિલ્લા ભાજપા સંગઠન અરવલ્લી જિલ્લા દ્વારા ભાજપના પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીના દુઃખદ અવસાનને લઇ ભાજપા સંગઠનમાં ભારે શોકની લાગણી વર્તાઈ છે
જેને લઇ અરવલ્લી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપ સંગઠન ધ્વારા શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અરવલ્લી જિલ્લા પ્રમુખ ભીખાજી, મંત્રી ભીખૂસિંહ સહિત વિવિધ કાર્યકર્તાઓ તેમજ અનેક હોદેદારો શોક સભામાં ઉપસ્થિત રહી સ્વ વિજયભાઈ રૂપાણીના આત્માને શાંતિ મળે માટે ભાવભરી શ્રધાંજલિ અર્પણ કરી મૌન પાળ્યું હતું