સુરતમાં ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે આક્ષેપો
કોંગ્રેસના વોર્ડ નં. 1 ના ઉમેદવાર બોની પટેલે ફોર્મ ખેંચતા ધમાચકડી
વિપુલ ઉધનાવાલાએ ભાજપ અન પોલીસ પર આક્ષેપો કર્યા
સુરતમાં ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના વોર્ડ નં. 1 ના ઉમેદવાર બોની પટેલે ફોર્મ ખેંચતા ધમાચકડી મચી ગઈ હતી. તો આ સમયે કોંગ્રેસ કાર્યકરોનો પોલીસ સાથે ઘર્ષણ થયુ ત્યારબાદ વિપુલ ઉધનાવાલાએ ભાજપ અન પોલીસ પર આક્ષેપો કર્યા હતાં.
સુરત મહાનગર પાલિકાના વોર્ડ નંબર એકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર બોની પટેલએ અચાનક જ ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે કલેકટરાલયે પહોંચી ફોર્મ ખેંચી લેતા કોંગ્રેસની હાલત કફોડી બની ગઈ હતી. તો આ અંગે બોની પટેલે જણાવ્યુ હતું કે મે પાર્ટી જોડે કોઈ ગદ્દારી કરી નથી, મે પહેલા જ કહ્યુ હતુ કે મારૂ કામ નહી થશે તો હુ ફોર્મ પરત ખેંચી લઈશ જે પાર્ટીને ખબર છે, હું છેલ્લા બે વર્ષથી કાર્યકર્તા છુ અને ફોર્મ ભરતી સમયે મે કહ્યુ હતુ જે ટિકીટ હતી તે આપી દીધી છે મારી કાર્યકર્તાઓ જોડે માથાકુટ ચાલતી હતી જેથી મે મારી મરજીથી ફોર્મ ખેચ્યુ છે મને કોઈ પૈસા મળ્યા નથી. તો ફોર્મ પરત ખેંચવા પહોંચેલા બોની પટેલને કોંગ્રેસી કાર્યકરોએ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસ દ્વારા કોંગ્રેસી કાર્યકર્તાઓ સાથે બોની પટેલની મુલાકાત ન થવા દેતા વિપુલ ઉધનાવાલા દ્વારા ભાજપ અને પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતાં.
એક સમયે કોંગ્રેસીઓ અને પોલીસ વચ્ચે ચુંટણી અધિકારીની ઓફિસ બહાર ઘર્ષણ પણ સર્જાયુ હતું. તો એવા આક્ષેપ કરાયા હતા કે ધાકધમકી આપી બોની પટેલ પાસે ઉમેદવારી પરત ખેંચાવવામાં આવી છે. ત્યારે હવે આવનાર ચુંટણીમાં આનો કેવો પડઘો પડે છે તે તો સમય જ બતાવશે.
