માંડવીમાં ભારતીય જનતાપાર્ટીની કાર્યશાળા યોજાઈ
મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષતામાં કાર્યશાળા યોજાઈ
11 વર્ષના સુસાસનની વિવિધ સિદ્ધિઓ ની જાણકારી આપી
કાર્યશાળામાં હોદ્દેદારો, સભ્યો,શક્તિકેન્દ્રના સંયોજકો હાજર રહ્યા
માંડવી નગર ભારતીય જનતા પાર્ટીની કાર્યશાળા મંત્રીશ્રી કુંવરજીભાઈ ભાઈ હળપતિ ના અધ્યક્ષતામાં યોજાય.
“વિકસિત ભારતનો અમૃતકાળ સેવા, સુશાસન, ગરીબ કલ્યાણના ૧૧ વર્ષ” સંદર્ભે માંડવી નગરની મંડળ કાર્યશાળા આજરોજ માંડવી નગર ખાતે માન.મંત્રી કુંવરજી હળપતિ સાહેબના કાર્યાલય અને એમની અધ્યસ્થાને યોજાઈ હતી. જમા સુરત જિલ્લા કાર્યશાળા ઇન્ચાર્જ કિશનભાઇ પટેલે વિકસિત ભારતના અમૃત કાળ ,સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ ના અભ્યાસ 11 વર્ષનો પૂર્ણ થયેલ જેની માહિતી આપી હતી તેમજ પ્રદેશમાંથી આવેલ કાર્યક્રમની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. તેમજ કાર્યક્રમના અધ્યક્ષ મંત્રી કુવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે ,આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિકસિત ભારત અમૃતકાળ ,સેવા સુશાસન ,ગરીબ કલ્યાણના 11 વર્ષના સુસાસનની વિવિધ સિદ્ધિઓ ની જાણકારી આપી હતી.
જેમાં સુરત જિલ્લા મહામંત્રી અને ઝોન પ્રભારી રાજેશભાઇ પટેલ, સુરત જીલ્લા ભાજપા મહામંત્રી અને આ કાર્યક્રમના જીલ્લા સંયોજક કિશનભાઇ પટેલ, આ કાર્યક્રમના સહ સંયોજક મોહનભાઇ આહિર અને કમલેશભાઈ પટેલ, જયેશભાઈ પટેલ, સુરત જીલ્લા ભાજપ મંત્રી અને આ કાર્યક્રમના સંયોજક ડો. આશિષભાઈ ઉપાધ્યાય, માંડવી નગર પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ તથા મહામંત્રી વિજયભાઈ પટેલ અને આ કાર્યક્રમના સહ સંયોજક શાલિનભાઈ શાહ, માંડવી નગરપાલિકા પ્રમુખ નિમેષભાઈ શાહ, કારોબારી અધ્યક્ષ અને આ કાર્યક્રમના સહ સંયોજક કિરીટભાઈ પટેલ તેમજ સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યો, શક્તિકેન્દ્રના સંયોજકો હાજર રહ્યા..