બારડોલીની સૃષ્ટિ મહિલા કો-ઓ. બેંકની ચોથી સાધારણ સભા યોજાઈ
સાધારણ સભા પ્રમુખ દિવ્યા પટેલ ખરવાસાના અધ્યક્ષ સ્થાને યોજાઇ
બારડોલી ખાતે સૃષ્ટિ મહિલા કો-ઓપરેટીવ બેંકની ચોથી વાર્ષિક સાધારણ સભા પ્રમુખ દિવ્યા પટેલ ખરવાસાના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.
સુરત જિલ્લાનું બારડોલી હવે સહકારી ક્ષેત્રનો હબ બની ગયું છે. એક બાદ એક સહકારી સંસ્થાઓ અહીં કાર્યરત થઇ રહી છે. ચાર વર્ષ પહેલા આ જ રીતે સહકારી ક્ષેત્રમાં મહિલાઓ માટે સૃષ્ટિ મહિલા કો-ઓપરેટીવ બેંકની સ્થાપના કરવામાં આવી હતી. ચાર વર્ષમાં આ મહિલા પ્રતિનિધિઓએ સફળ પ્રગતિ કરી હતી. અને આ સૃદિ મહિલા કો-ઓપરેટીવ બેંકની ચોથી વાર્ષિક
સાધારણ સભાનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય સભામાં મોટી સંખ્યામાં મહિલા સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. ચાર વર્ષની અંદર સંસ્થામાં 18.63 કરોડ જેટલી થાપણ છે અને 13.74 કરોડ જેટલું ધિરાણ પણ થઇ ચૂક્યું છે. અને બે હજાર પાંચસો થી વધુ મહિલા સભાસદો આ સંસ્થામાં જોડાયા છે. ત્યારે આજની સામાન્ય સભામાં તમામ એજન્ડાના કામોને સર્વનુમતે મંજૂર કરાયા હતા. સભામાં સુવિધા બેંક પ્રમુખ સુરેન્દ્રસિંહ પરમાર, સૃષ્ટિ મહિલા કો-ઓપરેટીવ બેંક ના મેનેજર ઉમેશભાઈ પટેલ, જનતા બેક ના પ્રમુખ નિરંજન. નાગરિક બેન્કના એમડી પી. પી. પાંડે, હીરાચંદ શાહ.સુરત જીલ્લા નગરપાલિકા પ્રમુખ ધર્મેશ પટેલ, બ્રિજેશ પટેલ.પીપલ્સ બેક ના પ્રમુખ રાકેશભાઈ ગાંધી. અમરસિંહ બાપુ સહિત અગ્રણીઓ તેમજ સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.