સુરતમાં યાર્ન વેપારીની સોપારી આપનાર-લેનારની ધરપકડ
પત્ની સાથેના આડાસંબંધની શંકાએ 25 લાખમાં હત્યાનો પ્લાન ઘડ્યો
3 લોકો સુધી સોપારી ટ્રાન્સફર થઈ પણ વેપારી બચી ગયો
ગોડાદરામાં પત્નિ સાથે સંબંધ હોવાના વહેમમાં 25 લાખમાં સોપારી આપી ફાયરિંગ કરાવનાર મુખ્ય સુત્રધારને ગોડાદરા પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો છે.
સુરતના ગોડાદરા પોલીસ મથકની હદમાં થોડા સમય અગાઉ સંજય પડસાળા નામના વેપારી પર પાછળથી આવેલા અજાણ્યા ઈસમે ફાયરિંગ કર્યુ હતુ જેમાં સંજય પડસાળાને પિઠમાં ગોળી વાગતા હોસ્પિટલે ખસેડાયા હતાં તો આ ગંભીર ગુનાની તપાસ કરી રહેલી ગોડાદરા પોલીસે સોપારી લઈ અન્ય પાસે ફાયરિંગ કરાવનાર હરેશ ગજેરાને ઝડપી પાડ્યા બાદ તપાસમાં સામે આવ્યુ હતું કે આરોપી ભુપત કેશુ ધડુકને તેની પત્નિ સાથે સંજય પડસાળાને પ્રેમ સંબંધ હોય જેથી તેને મારી નાંખવા રવિન્દ્ર ઉર્ફે રવિ પિતાંબર પ્રધાનને સોંપારી આપી હતી. જે હકીકત બાદ ગોડાદરા પોલીસે તપાસ હાથ ધરી 25 લાખમાં સોપારી આપનાર ભુપત કેશુ ધડુક અને સોપારી લેનાર રવિન્દ્ર ઉર્ફે રવિ પિતાંબર પ્રધાનને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા છે.