સુરત ઈચ્છાપોર-ભેસાણ હાઈવે પર બે કન્ટેનર વચ્ચે અકસ્માત

Featured Video Play Icon
Spread the love

સુરત ઈચ્છાપોર-ભેસાણ હાઈવે પર બે કન્ટેનર વચ્ચે અકસ્માત
એક કન્ટેનરનો ડ્રાઈવર અંદર ફસાયો, ફાયર વિભાગે રેસ્ક્યૂ કર્યો

સુરતના ઈચ્છાપોર-ભેસાણ હાઈવે પર બે કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં એક કન્ટેનરનો ડ્રાઈવર અંદર ફસાઈ ગયો હતો, જેને ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કર્યો હતો.

સુરતના ઈચ્છાપોર-ભેસાણ હાઈવે પર સ્વાગત રેસિડેન્સી સામે બે કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્મત એટલો ગંભીર હતો કે પાછળના કન્ટેનરમાં ડ્રાઈવર ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. પાલનપુર ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને કન્ટેનરમાં ફસાયેલા ડ્રાઈવરને બહાર કાઢવા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારે જહેમત બાદ ફાયર ટીમે કન્ટેનરમાં ફસાયેલા ડ્રાઈવરને સહીસલામત બહાર કાઢ્યો હતો. સદનસીબે ડ્રાઈવરને ગંભીર ઈજા થઈ ન હોવાનું સામે આવ્યું છે. અકસ્મતને પગલે હાઈવે પર અફરાતફરી સર્જાઈ હતી અને થોડા સમય માટે ટ્રાફિક વ્યવસ્થાને પણ અસર પહોંચી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *