સુરત સમરસ હોસ્ટેલના ભોજનમાં કોકરોજ મળ્યાનો આક્ષેપ

Featured Video Play Icon
Spread the love

સુરત સમરસ હોસ્ટેલના ભોજનમાં કોકરોજ મળ્યાનો આક્ષેપ
વિદ્યાર્થીઓમાં રોષ, યુનિવર્સિટી કેમ્પસમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સ્થિત સમરસ હોસ્ટેલમાં મેસના ભોજનને લઈને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. ભોજનમાં કોકરોજ મળ્યાનો આક્ષેપ કરી વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી કેમ્પસમાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એટલે કે VNSGU સ્થિત સમરસ હોસ્ટેલમાં મેસના ભોજનને લઈને વિવાદ વકર્યો છે. હોસ્ટેલના વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે મેસમાં પીરસવામાં આવેલા જમવામાં કોકરોજ મળી આવ્યો હતો. ઘટનાને લઈને વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો હતો. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે હોસ્ટેલમાં લાંબા સમયથી ભોજનની ગુણવત્તા અને સમયસર જમવાનું મળવા અંગે સમસ્યાઓ સર્જાઈ રહી છે. આખરે કંટાળેલા વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી કમ્પાઉન્ડમાં એકઠા થઈ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતુ અને હોસ્ટેલ તંત્ર તથા યુનિવર્સિટી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતાં. વિદ્યાર્થીઓએ સમયસર અને ગુણવત્તાયુક્ત ભોજન આપવામાં આવે તેમજ મેસની વ્યવસ્થામાં સુધારો કરવામાં આવે તેવી માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *