સુરત : મિત્રની હત્યાનો બદલો લેવા યુવકની હત્યા કરી
કોર્ટ પરિસર સામે જાહેરમાં સુરજ યાદવની હત્યા કરી,
આરોપી મધ્યપ્રદેશના મુરેનાથી ઝડપાયા
સુરતના ઉમરા પોલીસ મથકની હદમાં કોર્ટ સામે જાહેર રોડ પર યુવાનની હત્યા કર્યા બાદ ઝડપાયેલો અને પેરોલ જંપ કરીભાગી છુટેલા આરોપીને મધ્યપ્રદેશના મુરેનાથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો.
સુરતમાં ઉમરા પોલીસ મથકની હદમાં કોર્ટ સામે જાહેર રોડ પર સુરજ યાદવ નામના યુવાનની હત્યા કરવાના ગુનામાં ઝડપાયા બાદ જેલમાં જઈ આવેલા અને પેરોલ જંપ કરી ભાગી છુટેલા આરોપી એવા કરણસિંગ રાજપુતને ક્રાઈમ બ્રાન્ચની મોબાઈલ સ્નેચીંગ સ્કવોર્ડની ટીમે બાતમીના આધારે મધ્યપ્રદેશના મુરેના ચંબલ ક્ષેત્રના અંબાહ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બડીતોર ગામમાંથી ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલો આરોપી કરણસિંહ રામપાલસિંહ રાજપુત સાત દિવસના વચગાળાના જામીન મેળવી 22 ઓક્ટોબરથી ફરાર થયો હતો.