સુરતમાં 200 વર્ષ જૂનું મહાકાય વૃક્ષ ધરાશાયી,
રિક્ષા અને નજીકના એક મકાનને નુકસાન થયુ
ઘટનામાં કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો
સુરતમાં વરસાદ અને ભારે પવન વચ્ચે ઝાડ પડવાની ઘટનાઓ બની રહી છે ત્યારે દિલ્હીગેટ વિસ્તારમાં 200 વર્ષ જુનુ ઝાડ પડતા ગણપતિ ની મુર્તિ બચી ગઈ હતી જો કે રીક્ષા અને એક મકાનને નુકશાન થયુ હતું.
સુરતમાં છેલ્લા કેટલાક સમયથી હવામાન વિભાગની આગાહીને લઈ મેઘમહેર થઈ રહી છે તો સાથે જોરદાર પવન પણ સુરત શહેરમાં ફુંકાઈ રહ્યો છે. ત્યારે સુરતના હાર્દ સમા દિલ્હીગેટ વિસ્તારમાં આવેલ ગોપાલજીની હવેલી પાસે 200 વર્ષ જુનુ ઝાડ પડી ગયુ હતું. ઝાડ ગણપતિની મુર્તિ પાસે પડ્યો હતો જો કે મુર્તિને કાંઈ થયુ ન હતુ જ્યારે ઝાડ પડતા એક રીક્ષા અને મકાનને નુકશાન થયુ હતુ. ઝાડ પડવાની ઘટનામાં કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો.