સુરત : ઉધનામાં એપી માર્કેટની ગેલેરી તૂટી પડતા બે શ્રમિક દટાયા
જર્જરિત ઈમારતનું સમારકામ ચાલુ હતું ત્યારે અકસ્માત સર્જાયો
કાટમાળમાં ફસાયેલા શ્રમિકને બહાર કઢાયો
સુરતના ઉધના વિસ્તારમાં આવેલ એપી માર્કેટમાં ચાલી રહેલી રિપેરીંગની કામગીરી દરમિયાન બીજા અને ત્રીજા માળનો સ્લેબ ધરાશાઈ થતા એક ઈસમ ફસાયો હતો જ્યારે એકને સામાન્ય ઈજા થઈ હતી.
સુરતમાં ચોમાસાની સાથે જ જર્જરિત મકાનો ધરાશાઈ થવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે સુરતના ઉધના વિસ્તારમા આવેલ એ. પી. માર્કેટમાં સમારકામ ચાલી રહ્યુ હતુ તે જ સમયે બિલ્ડીંગનો બીજા અને ત્રીજા માળનો સ્લેબ ધરાસઈ થયો હતો. જેમાં એક વ્યક્તિ કાટમાળમા ફસાયા હતો. અને અન્ય એક વ્યક્તિને સામાન્ય ઈજા થઈ હતી. જેને લઈ ફાયર વિભાગને જાણ કરાઈ હતી જેથી તાત્કાલિક ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને કાટમાળમાં ફસાયેલા ઈસમને બહાર કાઢ્યો હતો અને તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યો હતો.