ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા બારડોલીના પ્રવાસે

Featured Video Play Icon
Spread the love

ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા બારડોલીના પ્રવાસે
નાદિડા ખાતે જગદીશ વિશ્વકર્માનો સન્માન સમારોહ
પ્રમુખ બન્યા બાદ પ્રથમ વખત બારડોલીના પ્રવાસે

આજે નવ નિયુક્ત પ્રદેશ ભાજપ અધ્યક્ષ દક્ષિણ ગુજરાત ના પ્રવાસે હતાં સુરત જિલ્લા ના બારડોલી ના નાદિડા ખાતે સ્વાગત સન્માન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત તાપી જિલ્લા દ્વારા સૈયુક્ત રીતે પ્રદેશ અધ્યક્ષ નું અભિવાદન સમારોહ માં હાજરી આપી હતી.

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા હવે રાજ્ય ના ચારેય ઝોન નો પ્રવાસ નિર્ધારિત કરાયો છે. ગત દસમી ના રોજ અંબાજી ખાતે થી રાજ્ય ના વિવિધ ઝોન ના પ્રવાસ ની શરૂઆત કરાઈ હતી. આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દક્ષિણ ગુજરાત ના પ્રવાસે હતાં. સુરત જિલ્લા ના બારડોલી ના નાદિડા ખાતે પ્રદેશ અધ્યક્ષ નું અભિવાદન કાર્યક્રમ નું આયોજન કરાયું હતું. સુરત અને તાપી જિલ્લા ભાજપ દ્વારા સૈયુક્ત રીતે કાર્યક્રમ નું આયોજન કરાયું હતું.

બારડોલી ખાતે કાર્યક્રમ માં નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ નું વિસ્તાર ના મંત્રી , ધારાસભ્યો દ્વારા સ્વાગત કરાયું હતું. સાથે જ જિલ્લા સંગઠન પણ અભિવાદન માં જોડાયું હતું. પ્રદેશ અધ્યક્ષ બાદ જગદીશ વિશ્વકર્મા નો બારડોલી તેમજ દક્ષિણ ગુજરાત નો પ્રથમ પ્રવાસ છે. તેઓ પોતે રાજ્ય સરકાર માં સહકાર વિભાગ ના મંત્રી પણ હોય વિસ્તાર ના સહકારી આગેવાનો એ પણ જગદીશ વિશ્વકર્મા નું સ્વાગત કરવામાં આવ્યું હતું.

બારડોલી ના નાદિડા ખાતે આયોજિત કાર્યક્રમ માં સુરત અને તાપી જિલ્લા માંથી મોટી સંખ્યા માં કાર્યકરો હાજર રહ્યાં હતાં. કાર્યક્રમ માં વિસ્તાર ના સાધુ સંતો તેમજ વિવિધ સમાજ દ્વારા પણ પ્રદેશ ભાજપ અધ્યક્ષ નું સન્માન કરવામા આવ્યું હતું. અભિવાદન સમારોહ બાદ જિલ્લા ભાજપ કાર્યાલય તેમજ સ્વરાજ આશ્રમ ની પણ મુલાકાત બાદ ધારાસભ્ય શ્રી ઇશ્વરભાઇ પરમાર સાહેબ ની ઓફિસે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજીએ મુલાકાત લીધી હતી….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *