સુરતના વરાછા હીરાબાગ પાસે ભૂવો પડ્યો
સ્થાનિકો દ્વારા સુરક્ષાના પગલાં અને તંત્રની ઉદાસીનતા
ભૂવો પડતા વાહન ચાલકોને હાલાકી
સુરતના વરાછા હીરાબાગ પાસે આવેલી પીપી સવાણી સ્કુલ પાસે રોડમાં ભૂવો પડ્યો હતો જેને લઈને અહીંથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી પડી હતી
હજુ તો રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઇ છે અને સુરત શહેરમાં છેલ્લા ૪ દિવસથી વરસાદી માહોલ છે એવામાં સુરત શહેરમાં રોડમાં ખાડા પડવાની ઘટના સામે આવી છે. સુરતના હીરાબાગ પીપી સવાણી સ્કુલ પાસે રોડમાં ભૂવો પડ્યો હતો જેને લઈને અહીંથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી પડી હતી. સ્થાનિકોએ કોઈ દુર્ઘટના ના બને તે માટે ભૂવામાં લાકડું ઉભું રાખી દીધું હતું અને આ મામલે અધિકારીઓને જાણ કરી હતી સ્થાનિક ધનસુખભાઈએ જણાવ્યું હતું કે હીરાબાગ પીપી સવાણી સ્કુલ પાસે ખાડા પડી ગયા છે, આ મામલે એસએમસીમાં ફરિયાદ કરી છે પણ હજુ સુધી કોઈ આવ્યું નથી, અહી લાઈન નાંખી હતી અને બે ખાડા પડી ગયા છે. કાલે બે લોકોનું એકસીડન્ટ થયું હતું અને ચાર-પાંચ દિવસથી આ ખાડા પડેલા છે.