સુરત પોલીસે દારૂની મહેફિલ પર દરોડા પાડ્યા
દારૂ મહેફીલ માણતી મહિલાઓ સહિત 13 ઝડપાયા
પોલીસે દારૂ તથા બિયરની બોટલો કબ્જે કરી
સુરતની રાંદેર પોલીસે રાત્રીના સમયે નવયુગ કોલેજ પાસે એક સોસાયટીમાં દરોડા પડી મકાનમાંથી દારૂ મહેફીલ માણતી મહિલાઓ સહિત 13 દારૂડિયાઓને ઝડપી પાડ્યા હતાં.
સુરતની રાંદેર પોલીસે શનિવારે મોડી રાત્રે દારૂની મહેફિલ પર દરોડા પાડ્યા હતાં. રાંદેર પોલીસ મથકની હદમાં આવેલ નવયુગ કોલેજ પાસે આવેલ આશીર્વાદ કો ઓપરેટિંગ હાઉસિંગ સોસાયટી મકાન નંબર 17 ના બીજા માળેથી પાંચ મહિલા સહિત 13 દરૂડિયાઓને ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસથી દારૂ તથા બિયરની બોટલો કબ્જે કરાઈ હતી. તો તમામ દારૂડીયાઓ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
