સુરત : ગુજરાતમાં મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબે ઘૂમી શકશે’
ભક્તિને ખલેલ પહોંચે એવા ગીતો ચલાવી લેવાશે નહીં: હર્ષ સંઘવીએ
વેપારીઓ માટે નવરાત્રિ જ દિવાળી બની જાય તેવી વ્યવસ્થા કરવા સૂચના
નવરાત્રીમાં ગરબે ઘુમવા ગુજરાતીઓ આતુર હોય છે ત્યારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત સુધી ખેલેયાઓ ગરબા રમી શકશે તેમ જણાવ્યુ હતું.
નવરાત્રીમાં ગરબે ઘૂમવા ગુજરાતીઓ આતુર છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી. અને મોડી રાત સુધી ખેલેયાઓ ગરબા રમી શકશે તેમ હર્ષ સંઘવીએ કહ્યુ હતું. હર્ષ સંગવીએ કહ્યુ હતુ કે નવરાત્રિમાં લોકો મોડી રાત સુધી ગરબા રમી શકે તે પ્રકારનું આયોજન કરાયુ છે સાથે ધંધાર્થીઓ મોડી રાત સુધી ધંધો વ્યવસાય પણ કરી શકશે. નવરાત્રીને લઈને 10 દિવસ માટે લોકો પોલીસના સૂચનોને સહકાર આપે તેવી અપીલ પણ કરાઈ હતી.
