સુરત એસ.ટી.નિગમ 1600થી વધુ એકસ્ટ્રા બસો દોડાવશે
દિવાળીમાં વતન જવા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત,પંચમહાલ સહિત સ્થળોએ બસો દોડશે,
16 થી 19 ઓક્ટોબર દરમિયાન સુરતથી વિવિધ સ્થળોએ બસો દોડશે
જાણો ક્યાંથી ઉપડશે અને કેટલું ભાડું હશે
આગામી દિવાળીના તહેવારને લઈ એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા 1600થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવાશે. જે અંગે સુરતમાં ગૃહરાજ્ય અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી.
સુરત વિભાગ એસ.ટી. નિગમ દ્વારા આગામી દિવાળી તહેવારને ધ્યાને લઈ 1600 થી વધુ એકસ્ટ્રા બસો દોડાવશે. વાહનવ્યવહાર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે જાહેરાત કરી હતી. દિવાળીના તહેવારોમાં મુસાફરોની સુવિધા માટે નિર્ણય લેવાયો છે. તો 16 થી 19 ઓક્ટોબર દરમિયાન સુરતથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પંચમહાલ સહિત વિવિધ સ્થળોએ બસો દોડશે. તો આ અંગે એડવાન્સ બુકિંગ તમામ બસ સ્ટેશનો, ઓનલાઈન બુકિંગ પણ કરાશે.
