એશિયા કપમાં પાકિસ્તાન ફરી ઘૂંટણિયે
ભારતની 6 વિકેટથી ભવ્ય વિજય
પાકિસ્તાનની બીજી વખત કારમી હાર
વિજયને ઉજવવા સુરતના ભાગળ ખાતે સુરતીઓ ઉમટી પડ્યા
ભારત પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ બાદ ભારતનો થયેલો ભવ્ય વિજયને ઉજવવા સુરતના ભાગળ ખાતે સુરતીઓ ઉમટી પડ્યા હતાં.
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાતી મેચને લઈ ક્રિકેટ પ્રેમીઓ તો શુ દરેક ભારતીય મેચ નિહાળે છે અને ત્યારબાદ દર વખતની જેમ ભારત પાકિસ્તાનને કારમી હાર આપે છે. ત્યારે આ વખતે પણ ભારતે પાકિસ્તાનને કારમી હાર આપતા સુરતીઓ ભાગળ ચાર રસ્તા ખાતે ઉમટી પડ્યા હતા અને ભારતના વિજયને ઉજવણ્યો હતો. તો મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો.
