ભારત પાકિસ્તાનની તણાવભરી સ્થિતિમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
સાણથલીમાં રક્તદાન કેમ્પમાં દાતાઓ ઊમટી પડ્યા,
ભારત પાકિસ્તાનની તણાવભરી સ્થિતિમાં રાજકોટમાં જેતપુર, ધોરાજીની હોસ્પિટલમાં યોજાયો, બ્લડ ડોનેશન કેમ્પ વિપુલ સંખ્યામાં દાતાઓએ ઉમટીને હોંશભેર રક્તનું દાન કરી અમૂલ્ય ફરજ નિભાવી હતી.
ભારત પાકિસ્તાનનું યુધ્ધ જેવી સ્થિતિ ચાલુ હોય તેમાં સરહદે સૈનિકો અને લોકોને તાત્કાલિક રક્તની જરૂરિયાત ઉભી થાય તે માટે દેશના હિતાર્થે સ્વયંભુ રક્તદાન શિબિરમાં રક્તદાન કરીને દેશ હિતમાં તમાંમ સમાજના યુવાન મિત્રો અને વડીલો માતા બહેનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને રક્તનું દાન કર્યું હતું
રાજકોટ જિલ્લા, તાલુકા અને CHC, PHC સાણથલી આરોગ્ય વિભાગ દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક રકત દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના સદસ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા.
કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી