ભારત–યુરોપિયન યુનિયન ફ્રી ટ્રેડ કરારથી સુરત ડાયમંડ ઉદ્યોગને મોટો ફાયદો
યુરોપિયન માર્કેટ ખુલશે, જેમ્સ એન્ડ જવેલરી પર ટેરીફ ઝીરો થતા આશાનું કિરણ
ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે થયેલી ફ્રી ટ્રેડ કરારથી ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝને ફાયદો થશે તેમ સુરત ડાયમંડ ઉદ્યોગને લાગી રહ્યુ છે.
ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ફ્રી ટ્રેડ કરારથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને ફાયદો થશે. જેમ્સ જવેલરી સેક્ટરને મોટો ફાયદો અને નવું માર્કેટ મળશે. ટ્રમ્પના 50 ટકા ટેરીફને કારણે અમેરિકા સાથે 35 ટકા ડાયરેકટ ધંધો ઓછો થયો છે. આ એગ્રીમેન્ટથી જેમ્સ એન્ડ જવેલરી પરનો ટેરીફ ઝીરો થશે. પહેલા યુરોપિયન યુનિયનના દેશોમાં ડાયમંડ કે અન્ય પ્રોડક્ટર પર 4થી 20 ટકા ટેરીફ લાગતો હતો. આ બાબતે યુરોપીયન કન્ટ્રીના 27 દેશો વચ્ચે વેપારનો માર્ગ મોકળો થશે. ટ્રમ્પના ટેરીફની સામે ડાયમંડ ઉદ્યોગ મુશ્કેલીમાં હતો અને હવે ડાયમંડ ઉદ્યોગમાં એક આશાનું કિરણ જાગ્યું છે. યુરોપિયન યુનિયનમાં પહેલા ટેરીફ લાગતો હતો પણ હવે કરારના કારણે આ ટેરીફ દૂર થશે અને વ્યાપાર વધશે તેમ જણાવાયુ હતું.
