સુરત રાંદેરમાં ફરી વ્યાજખોર સામે કાર્યવાહી
35 લાખની માંગણી કરી યુવાનની પત્નિને ચપ્પુ બતાવ્યું
રાંદેર પોલીસે વ્યાજખોર આનંદ ચાસિયાને ઝડપી પાડ્યો છે.
સુરત રાંદેરમાં વ્યાજે લીધેલા રૂપિયા ચુકવી દીધા હોવા છતા વધુ 35 લાખની માંગણી કરી યુવાનની પત્નિને ચપ્પુ બતાવનાર આરોપીને રાંદેર પોલીસે ઝડપી પાડ્યો છે.
સુરતની રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાલનપુર પાટીયા ખાતે રહેતા સુશીલકુમાર પટેલએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતુ કે અડાજણ ખાતે રહેતા આનંદકુમાર ચાસીયા પાસેથી વર્ષ 2020 થી 2022 દરમિયાન 51 લાખ રૂપિયા માસિક પાંચ ટકા વ્યાજે લીધા હતા જેના 55 લાખ ચુકવ્યા હતા જો કે આનંદકુમાર ચાસીયાએ વધુ 35 લાખની માંગણી કરતા તેઓ વચ્ચે તકરાર થઈ હતી અને આનંદકુમારે સુશિલના ઘરે જઈ તેની પત્નિને ચપ્પુ બતાવ્યા બાદ સુશીલને ઓફિસે બોલાવી માર મારી વ્યાજની માંગણી કરી હતી. હાલ તો રાંદેર પોલીસે ફરિયાદના આધારે આરોપી આનંદકુમાર બાલુ ચાસીયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
