સુરતના ડિંડોલીની 12 વર્ષિય કિશોરી સાથે બળાત્કાર
ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી ભગાડી
બળાત્કાર ગુજારનાર નરાધમને ડિંડોલી પોલીસે ઝડપી પાડ્યો
સુરતના ડિંડોલીની 12 વર્ષિય કિશોરી સાથે ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી ભગાડી જઈ બળાત્કાર ગુજારનાર નરાધમને ડિંડોલી પોલીસે ઝડપી પાડ્યો છે.
ડિંડોલી પોલીસ મથકમાં 14 જુનના રોજ એક પરિવારે પોતાની સગીરવયની 12 વર્ષની દિકરીનુ અપહરણ થયુ હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિશનર પરમાર અને મદદનીશ પોલીસ કમિશનર ગોહિલની સુચનાને લઈ પીઆઈ પીએલ વાઘેલા તથા જેએમ ખાંટની ટીમ પેટ્રોલિંગમાં જોડાઈ હતી ત્યારે એએસઆઈ પુનાભાઈને મળેલી બાતમી તથા અપોકો હેમરાજસિંહની બાતમીના આધારે આરોપી અરમાન ઉર્ફે અમુ રાજુ ગફુર ખાટીકને ઝડપી પાડી તેના ચુંગાલમાંથી કિશોરીને મુક્ત કરાવી હતી. તો આરોપીએ ઈન્સ્ટાગ્રામથી કિશોરીને પ્રેમજાળમાં ફસાવી ભગાડી જઈ બળાત્કાર ગુજાર્યો હોવાની કબુલાત કરી હતી. હાલ તો પોલીસે નરાધમની ધરપકડ કરી સળીયા પાછળ ધકેલી દીધો છે.
