સુરતમાં ફરી ડુપ્લીકેટનુ ગોડાઉન પકડાયું

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ફરી ડુપ્લીકેટનુ ગોડાઉન પકડાયું
મોટા વરાછા વિસ્તારમાંથી પોલીસે ડુપ્લીકેટ એરીઅલ પાવડર પકડો
ત્રણ ઈસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

સુરતમાં ફરી ડુપ્લીકેટનુ ગોડાઉન પોલીસે ઝડપી પાડ્યો છે. મોટા વરાછા વિસ્તારમાંથી પોલીસે એરીઅલ પાવડરનુ ડુપ્લીકેશન કરનારાઓને પકડી પાડી લાખોની મત્તા કબ્જે કરી હતી.

ડુપ્લીકેટ એટલે કે નકલીના હબ તરીકે હવે સુરત ઉભરી રહ્યુ હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે સુરતની ઉત્રાણ પોલીસ દ્વારા મોટાવરાછાથી આઉટર રિંગરોડ તરફ ગોડાઉનમાં રેડ કરવામાં આવી હતી. જ્યાંથી એરીઅલ પાવડરનું ડુપ્લીકેશન કરવામાં આવતું હોવાનુ સામે આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. આ ગોડાઉનમાં છેલ્લા ઘણા સમયથી બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેશન કરવામાં આવી રહ્યું હતું જેથી એરીયલ કંપનીના મેનેજર અને ઉત્રાણ પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. પોલીસે ગોડાઉનમાંથી મોટી સંખ્યામાં મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જેમાં એરીયલ કંપનીના પાવડરના ડબ્બા, સ્ટીકર અને બોક્સ કબ્જે પણ લેવામાં આવ્યા હતાં. જ્યારે ઉત્રાણ પોલીસ સ્થળ પરથી ત્રણ ઈસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *