અરવલ્લીમાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાશે

Featured Video Play Icon
Spread the love

અરવલ્લીમાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાશે
આવતીકાલથી ત્રણ દિવસ સુધી અરવલ્લી મહોત્સવ યોજાશે
રાજ્યકક્ષાના અધિકારીઓ સહિત જિલ્લાના અધિકારીઓ પ્રવેશોત્સવમાં જોડાયા

સ્કૂલ ચલે હમ: આજથી ત્રણ દિવસ સુધી અરવલ્લી જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અરવલ્લી જિલ્લાની તમામ સરકારી શાળાઓના ૧૨૭ થી વધુ બાળકોને નવા શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ: 11679 થી વધુ ભૂલકાઓની બાલવાટિકામાં પા પા પગલી અન્ન નાગરિક પૂરવઠા મંત્રી રાજ્યકક્ષાના અધિકારીઓ સહિત જિલ્લાના અધિકારીઓ પ્રવેશોત્સવમાં જોડાયા

રાજ્યના દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાના પ્રયત્નોને આગળ વધારતા અરવલ્લી જિલ્લામાં આજથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ શરૂ થયો છે. વર્ષ ૨૦૦૩ થી શરુ થયેલી પરંપરાને આ વર્ષે ‘આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ’ની થીમ અને નવા દ્રષ્ટિકોણ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. આ કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લાની શાળાઓમાં ધોરણ ૧ માં 127 શૈક્ષણિક વર્ષમાં અને 11679 ભૂલકાઓને બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવ્યો. શાળા પ્રવેશોત્સવ અંતર્ગત અન્ન અને નાગરીક પૂરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર ધનસુરા તાલુકાના રમોસ પ્રાથમિક શાળા, એમ.એન.શાહ હાઈસ્કુલ, રમોસ અને વી. કે. પટેલ હાઈસ્કુલ, આમોદરા ખાતે ઉપસ્થિત રહ્યા હતા. ત્યાં તેમણે ૩૦ જેટલા બાળકોને બાલવાટિકામાં પ્રવેશ અપાવ્યો.તેમણે પોતાના બાળપણના સંસ્મરણો પણ યાદ કર્યા હતા. બાળકોના ઉજ્જવળ ભવિષ્યના પગલાં માંડવી તેમણે બાળકોને આશીર્વાદ પણ આપ્યા હતા. સાથેજ તેમને લોકોને સંબોધતા સરકારની કન્યા કેળવણી અને શિક્ષણને લગતી વિવિધ યોજનાઓની માહિતી પણ આપી હતી જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારિકએ માલપુર તાલુકાની વાવડી પ્રાથમિક શાળા, મહિયાપુર વર્ગ પ્રાથિમક શાળા, રાધાકૃષ્ણ હાઈસ્કુલ, સાંતરડા ખાતે ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે બાળકોને શિક્ષણનું મહત્વ પણ સમજાવ્યું હતું. તેમણે બાળકોને સ્વસ્થ જીવનશૈલીનું પાલન ,વિદ્યાર્થી જીવનના લક્ષ્યાંક, સોશિયલ મીડિયા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સમયનું મહત્વ, મેન્ટલ હેલ્થ, સ્ટ્રેસ મેનેજમેન્ટ, રોડ સેફ્ટીનું મહત્વ પણ સમજાવ્યા.

જિલ્લા વિકાસ અધિકારી દિપેશ કેડિયા મોડાસા તાલુકાની ખુમાપુર, રખિયાલ અને માલવણ કેશાપુરની શાળાઓમાં ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. તો જિલ્લા પોલીસ વડા શેફાલી બરવાલ મોડાસા તાલુકાની ચારણનગર, મહાદેવપુરા વર્ગ અને પાલનપુર ખાતેની શાળામાં પ્રવેશોત્સવમાં જોડાઈ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ સાથેજ રાજ્યકક્ષાના 9 અધિકારીઓએ પણ વિવિધ શાળાઓમાં પ્રવેશોત્સવમાં હાજરી આપી હતી. ઉપરાંત જિલ્લાના અધિકારીઓ જિલ્લા તથા તાલુકાના અધિકારીઓ- પદાધિકારીઓ જિલ્લાની વિવિધ શાળાઓમાં પ્રવેશોત્સવમાં જોડાયા હતા અને બાળકોને તેમના ઉજ્જવળ ભવિષ્યના પહેલા પગથિયે પગલાના સાક્ષી બન્યા હતા….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *