સુરતમાં સીએનજી ગેસના ભાવ વધારાની સીધી અસર

Featured Video Play Icon
Spread the love

સુરતમાં સીએનજી ગેસના ભાવ વધારાની સીધી અસર
રીક્ષા ચાલકોએ હડતાળનો માર્ગ અપનાવતા મુસાફરો ભારે મુશ્કેલી
રીક્ષા ચાલકો ભાડામાં પાંચ રૂપિયાના વધારાની માંગ સાથે વિરોધ

સુરતમાં સીએનજી ગેસના ભાવ વધારાની સીધી અસર હવે શહેરના જનજીવન પર જોવા મળી રહી છે. ડિંડોલી વિસ્તારમાં રીક્ષા ચાલકોએ હડતાળનો માર્ગ અપનાવતા મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. બીજી તરફ સીટી બસોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. રીક્ષા ચાલકો ભાડામાં પાંચ રૂપિયાના વધારાની માંગ સાથે વિરોધ કર્યો હતો.

સુરતના ડિંડોલી વિસ્તારમાં સીએનજી ગેસના વધતા ભાવ સામે રીક્ષા ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રીક્ષા ચાલકોએ વહેલી સવારથી હડતાળ પાડી મુસાફરોને રીક્ષામાં બેસાડવાનું ટાળ્યું હતું. જેના કારણે કામકાજે જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ઘણા મુસાફરોને પગપાળા જવું પડ્યું તો અનેક લોકોએ સીટી બસનો સહારો લીધો હતો. બસોમાં ભારે ભીડ જોવા મળી હતી અને કેટલાક લોકો જીવન જોખમે મુસાફરી કરતા નજરે પડ્યા હતા. રીક્ષા ચાલકોનું કહેવું છે કે સતત વધી રહેલા સીએનજીના ભાવને કારણે ઘરખર્ચ ચલાવવો મુશ્કેલ બની રહ્યો છે. તેથી રીક્ષા ભાડામાં ઓછામાં ઓછા પાંચ રૂપિયાનો વધારો કરવામાં આવે તેવી તેઓ માંગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં મોટા પ્રમાણમાં રીક્ષા સેવા પર લોકો નિર્ભર રહે છે, ત્યારે આ હડતાળની સીધી અસર સામાન્ય જનતા પર પડી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *