સુરતમાં શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવી મહોત્સવ યોજાયો
શાળામાં યોજાયેલા પ્રવેશોત્સવમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા
હર્ષ સંઘવીએ તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત પણ કર્યા હતા
સુરત મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવી મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કન્યા કેળવણી અને શાલા મહોત્સવમાં ભાગ લીધો હતો.
હાલમાં શાળાઓ શરૂ થતા શાળા પ્રવેશોત્સવ સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે સુરત મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં પણ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ મહોત્સવનુ આયોજન કરાયુ છે. ત્યારે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી કૃષ્ણકુમારસિંહ શાળામાં યોજાયેલા પ્રવેશોત્સવમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતાં. ગૃહરાજ્યમંત્રી સાથે કાર્યક્રમમાં શિક્ષણ સમિતિ ચેરમેન, જિલ્લા શિક્ષણ અધિકારી ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં. તો ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત પણ કર્યા હતાં. અને બાળકોને કુમકુમ તિલક કરીને શાળામાં આવકારાયા હતાં.