સુરતમાં ગૃહરાજ્યમંત્રીએ ઈસ્કોન મંદિરની મુલાકાત લીધી
સાત સ્થળોથી ભગવાન જગન્નાથી ભવ્ય રથયાત્રા નીકળશે
રથયાત્રા સુરત રેલ્વે સ્ટેશન ખાતેથી બપોરે વાજતે ગાજતે નિકળશે
શુક્રવારે અષાઢી બીજના દિવસે સુરતમાં ભવ્ય રથયાત્રાનુ આયોજન કરાનાર હોય જેને લઈ ગૃહરાજ્યમંત્રીએ ઈસ્કોન મંદિરની મુલાકાત લીધી હતી.
સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજના દિવસે ઈસ્કોન મંદિર સહિત સાત સ્થળોથી ભગવાન જગન્નાથી ભવ્ય રથયાત્રાનુ આયોજન કરાયુ છે. ઈસ્કોન મંદિર દ્વારા સુરત રેલ્વે સ્ટેશનેથી સહારા દરવાજા, રીંગરોડ, ઉધના દરવાજા, અઠવાગેટ, અડાજણ, પાલનપુર પાટીયા થઈ ઈસ્કોન મંદિર ખાતે યાત્રા પુર્ણ કરાશે. ત્યારે રથયાત્રા પહેલા સુરતમાં ઈસ્કોન મંદિરની ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી હતી. ઈસ્કોન મંદિરની ભવ્ય રથયાત્રા સુરત રેલ્વે સ્ટેશન ખાતેથી બપોરે વાજતે ગાજતે નિકળશે.