સુરતમાં રથયાત્રા માટે સુરત પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો
સુરત શહેરમાં આ વર્ષે પ્રથમ વખત 7 રથયાત્રા નીકળશે
ઇસ્કોન મંદિરની રથયાત્રા 12 કિ.મી. લાંબી
ડ્રોન કેમેરાથી રથયાત્રાનુ સુપરવિઝન કરાશે
શુક્રવાર અષાઢી બીજના દિવસે સુરતમાં ભવ્ય રથયાત્રાનુ આયોજન કરાનાર હોય જેને લઈ સુરતમાં રથયાત્રા માટે સુરત પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો છે જેમાં સુરત પોલીસ સાથે વધારાની પોલીસ બંદોબસ્તમાં ગોઠવાશે તેમ ડીસીપી ઝોન વન દ્વારા માહિતી અપાઈ હતી.
અષાઢી બીજ ના એટલે કે શુક્રવાર 27મી જુનના રોજ સુરતમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનુ આયોજન કરાનાર છે જેને લઈ રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરત પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સુરતમાં વરાછા માતાવાડી ખાતે આવેલ ઈસ્કોન મંદિર દ્વારા યોજાનાર રથયાત્રાને લઈ ગોઠવાનાર બંદોબસ્ત અંગે ડીસીપી ઝોન વન આલોકકુમાર દ્વારા માહિતી અપાઈ હતી. અને જણાવાયુ હતું કે વરાછા ઈસ્કોન મંદિરના અધ્યક્ષ મનિષ વિરડીયા એટલે કે મુર્તિમાનદાસ ની આગેવાનીમાં રથયાત્રાનુ આયોજન કરાનાર છે જે વરાછા પોલીસ મથક વિસ્તારમાં માનગઢ ચોકથી શરૂ થઈ મીની બજારથી ખોડીયાર નગર થઈ કાપોદ્રા પોલીસ મથકની હદમાં પ્રવેશી બરોડા પ્રિસ્ટેજ ત્રણ રસ્તા થઈ હિરાબાગ સર્કલ, કાપોદ્રા ચાર રસ્તા થઈ ઉત્રાણ બ્રીજ થઈ ઉત્રાણ પોલીસ મથકની હદમાં વી.આઈ.પી. સર્કલ, સુદામા ચોક, રામચોક, મોટા વરાછા મેઈન રોડ થઈ સરથાણા પોલીસ મથકની હદમાં સવજી કોરાટ બ્રિજથી પ્રવેશી સીમાડા નાકા થઈ સરથાણા નેચર પાર્ક ખઆતે પુર્ણ થશે. આ રથયાત્રાના 10 કિલો મીટરના રૂટમાં અનેક ભક્તો જોડાનાર હોય જેથી સુરત પોલીસ દ્વારા બંદોબસ્તમાં એક ડીસીપી, બે એસીપી, પાંચ પીઆઈ, 7 પીએસઆઈ અને 105 પોલીસ જવાનો, 70 હોમગાર્ડ તથા એક એસઆરપીની ટુકડી મળી 206 અધિકારી અને કર્મચારીઓ રથયાત્રાનું બંદોબસ્ત કરશે. તો સાથે સ્થાનિક પોલીસ મિત્રો પણ જોડાશે. સાથે ડ્રોન કેમેરાથી રથયાત્રાનુ સુપરવિઝન કરાશે. તો રથયાત્રાના બંદોબસ્ત અંગે ડીસીપી ઝોન વન આલોક કુમારએ વધુ માહિતી આપી હતી.