સુરત પોલીસ સુરતને નશા મુક્ત કરવા મેદાને
લાખોના હાઈબ્રીડ ગાંજા સાથે એકને ઝડપી પાડ્યો
17 લાખ 39 હજારથી વધુની કિંમતનો હાઈબ્રીડ ગાંજાનો જથ્થો કબ્જે
સુરત પોલીસ હાલ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન થકી સુરતને નશા મુક્ત કરવા મેદાને છે ત્યારે સુરત એસઓજીની ટીમે અડાજણ વિસ્તારમાંથી લાખોના હાઈબ્રીડ ગાંજા સાથે એકને ઝડપી પાડી લાખોની મત્તા કબ્જે કરી હતી.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવવા અને શહેરમાંથી નાર્કોટીક્સની બદીને સંપુર્ણ નેસ્ત નાબુદ કરવા આપેલી સુચનાને લઈ સુરત એસઓજીની ટીમ ડીસીપી રાજદિપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ પીઆઈ સાથે તપાસમાં હતી ત્યારે અહેકો જગશીભાઈ તથા અપોકો દેવેન્દ્રદાનને મળેલી બાતમીના આધારે અડાજણ સરકસ રોડ પાસેથી રવિરાજ મનસુખ મારવણીયાને ઝડપી પાડી તેની પાસેથી 17 લાખ 39 હજારથી વધુની કિંમતનો હાઈબ્રીડ ગાંજાનો જથ્થો કબ્જે કરી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
