ભાવનગર એલસીબીની મોટી કાર્યવાહી

Featured Video Play Icon
Spread the love

ભાવનગર એલસીબીની મોટી કાર્યવાહી
મહુવામાં અપહરણની કોશિશના ગુનામાં સંડોવાયેલા 3 ઈસમો ઝડપાયા

ભાવનગરના મહુવા શહેરમાં અપહરણની કોશિશના ગુનામાં ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી છે. પોલીસે ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે વધુ બે આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે.

મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અપહરણની કોશિશનો ગુનો નોંધાયા બાદ ભાવનગર રેન્જ આઈજી રાજેન્દ્ર વી. અસારી અને ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સૂચનાથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. તા. 16 સપ્ટેમ્બરના રોજ LCBની ટીમ મહુવા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે અપહરણની કોશિશના ગુનામાં સંડોવાયેલા કેટલાક ઈસમો વડલીથી ભાદ્દોડ જવાના રસ્તા પર હાજર છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચીને ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસની પૂછપરછ દરમિયાન ત્રણેયે ગુનામાં સંડોવણીની કબૂલાત કરી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. ઝડપાયેલા આરોપીઓમાં રાજકોટના હર્ષ અશ્વિનભાઈ ટાંક, મહુવાના કુલદીપ કિશોરભાઈ વાજા અને સાગર ચંદુભાઈ શિયાળનો સમાવેશ થાય છે. જ્યારે મીત મહેશભાઈ મચ્છર અને ધર્મેશભાઈ ભરતભાઈ રાઠોડ નામના બે આરોપીઓની હજુ ધરપકડ કરવાની બાકી છે. ઝડપાયેલા ત્રણેય આરોપીઓને વધુ કાર્યવાહી માટે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. સમગ્ર કાર્યવાહી LCB PI એચ.બી. ચૌહાણના માર્ગદર્શન હેઠળ PSI આર.એ. વાઢેર, વી.સી. જાડેજા, પી.ડી. ઝાલા, વી.બી. ચૌધરી સહિતના સ્ટાફે કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *