સુરતના લિંબાયતમાં જુગારધામ ઝડપાયું
ધાબા પર જુગાર રમતા 7 જુગારી ઝડપાયા,
₹11 હજારથી વધુનો મુદ્દામાલ કબજે
સુરતના લિંબાયત વિસ્તારમાં આસપાસનગર-01માં મકાનના ધાબા પર જુગાર રમતા સાત જુગારીઓને લિંબાયત પોલીસે ઝડપી પાડી 11 હજારથી વધુની મત્તા કબ્જે કરી હતી.
સુરતની લિંબાયત પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન આસપાસનગર-01 ખાતે આવેલા એક મકાનના ધાબા પર કેટલાક ઇસમો ભેગા મળી હારજીતનો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી 7 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારીઓ પાસેથી અંગઝડતીના 6,700 અને દાવ પરના 4,950 મળી કુલ 11,650 રોકડ તેમજ 52 ગંજી પાનાં કબ્જે કરી તમામ જુગારીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
