પોલીસ કોન્સ્ટેબલ પર કાર ચઢાવી હત્યાના પ્રયાસનો આરોપ
વાહન ચેકિંગમાં કાર રોકવાનું કહેતા બે આરોપી ફરાર, ધમકી આપ્યાનો આક્ષેપ
ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં કોમ્બિંગ નાઇટ દરમિયાન વાહન ચેકિંગ કરી રહેલા બે પોલીસકર્મી પર કાર ચઢાવી દેવાની કોશિશ કરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર બે શખસને પોલીસે ઝડપી લીધા છે. પોલીસનો પીછો જોઈને બંને આરોપીએ કાર રિવર્સમાં લઈને પોલીસ પર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.
વાહન ચેકિંગ દરમિયાન કાર ભગાવી મૂકી બોરતળાવ પોલીસ મથકના કોન્સ્ટેબલ જયદીપસિંહ ટેમુભા અને હારીતસિંહ 16 સપ્ટેમ્બરની રાત્રે કુંભારવાડા મોતી તળાવ રોડ પર વાહન ચેકિંગમાં હતા. રાત્રે 12.35 વાગ્યાના અરસામાં પૂરઝડપે આવતી સ્વિફ્ટ કાર (GJ 04 DN 1972)ને રોકવાનો પ્રયાસ કરતા ચાલકે વાહન ઊભું રાખવાને બદલે ભગાવી મૂક્યું હતું. પોલીસે પીછો કરીને માઢિયા રોડ શેરી નંબર 19 પાસે આગળ કાર રાખી તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ પર કાર ચઢાવવાનો પ્રયાસ, બંનેની ધરપકડ કારચાલક રાકેશ ઉર્ફે ભાલી મકવાણા અને બાજુમાં બેઠેલા રાકેશ ઉર્ફે કુંભાર રાજુભાઇ સરવૈયાએ “આજે તો તમને પૂરા કરી નાખવા છે” તેમ કહી પોલીસ કર્મચારીઓ પર કાર ચઢાવી દેવાની કોશિશ કરી હતી. જોકે, બાજુમાં પથ્થર આવી જતાં બન્ને પોલીસ કર્મચારીનો બચાવ થયો હતો. પોલીસે બંને શખસને ઘેરીને ઝડપી લીધા હતા. આરોપીઓની પૂછપરછમાં કાર ન રોકવી હોવાથી કાર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યાનું કબૂલતાં પોલીસે બંને સામે BNS એક્ટ 109(1),54 મુજબ ગુનો દાખલ કર્યો છે
