સુરતમાં : ફોટોગ્રાફરે લગ્નની લાલચ આપી યુવતી પર વારંવાર દુષ્કર્મ આચર્યું
બે વર્ષ પછી લગ્ન કરવાનો ઈન્કાર કરતા સજ્જુ શેખની ધરપકડ
સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવ્યા હતા
સુરતના ભટાર ખાતે રહેતી યુવતિ સાથે સોશીયલ મીડિયાથઈ સંપર્કમાં આવેલા અને યુવતિને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ અલગ અલગ સ્થળે લઈ જઈ બળાત્કાર ગુજારનાર નરાધમ ફોટો ગ્રાફરને ખટોદરા પોલીસે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
સુરતમાં ફરી એક નરાધમ બળાત્કારી સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તેની ધરપકડ કરી છે. વાત એમ છે કે સુરતના ભટાર ખાતે રહેતી યુવતિનું સોશીયલ મીડિયા ઈન્સ્ટાગ્રામથી નરાધમ ફોટોગ્રાફર એવા શહેઝાદ સાથે સંપર્ક થયો હતો. સોશીયલ મીડિયામાં થયેલી મિત્રતા બાદ બન્ને એક બીજાને મળતા મિત્રતા પ્રેમમાં પરિણામી હતી. અને ત્યારબાદ યુવતિને લગ્નની લાલચે ફરાવવા અલગ અલગ જગ્યાએ લઈ જઈ નરાધમ ફોટોગ્રાફર શહેઝાદએ યુવતિ પર બળાત્કાર ગુજાર્યો હતો. જો કે યુવતિએ લગ્નનુ કહેતા નરાધમ બળાત્કારી શહેઝાદએ યુવતિ સાથે બોલવાનુ બંધ કરી દીધુ હતુ જેથી આખરે યુવતિએ ખટોદરા પોલીસ મથકે પ્રેમી વિરૂદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવતા ખટોદરા પોલીસે નરાધમ બળાત્કારી પ્રેમી શહેઝાદની ધરપકડ કરી સળીયા પાછળ ધકેલી દીધો હતો.