સુરતમાં વડાપાવ અપાવવાની લાલચે બાળકનું અપહરણ કરાયું
અપહરણકારે 10 હજારની ખંડણીની માંગણી કરી હતી
ઉતરાણ પોલીસે અપહરણકારને ઝડપી પાડ્યો
સુરતના ઉત્રાણ પોલીસ મથકની હદમાં રહેતા પરિવારના બાળકને વડાપાવ અપાવવાની લાલચે અપહરણ કરી ગયેલા અપહરણકારને ઉતરાણ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી બાળકને સહીસલામત મુક્ત કરાવ્યો હતો.
સુરતમાં ફરી એક માસુમ બાળકના અપહરણની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. ત્યારે ઉતરાણ પોલીસે અપહરણકારને ઝડપી પાડ્યો હતો. વાત એમ છે કે ઉતરાણ પોલીસ મથકની હદમાં રહેતા પરિવારના માસુમ બાળકનુ અપહરણ થયુ હતું. અને ત્યારબાદ અપહરણકારે બાળકના માતા-પિતા પાસે 10 હજારની ખંડણીની માંગણી કરી હતી. આ અંગેની જાણ ઉતરાણ પોલીસને થતા તાત્કાલિક ઉતરાણ પોલીસે તપાસ હાથ ધરી હતી અને બાળકનુ અપહરણ કરનાર આરોપી સલમાન ને ઝડપી પાડી બાળકને સહીલામત તેના માતા પિતાને સોંપ્યો હતો. તો બાળકને વડાપાવ ની લાલચે આરોપી અપહરણ કરી ગયો હોવાનુ સામે આવ્યુ છે. હાલ તો ઉતરાણ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.