સુરતમાં સગીરાને લગ્નની લાલચ આપી ભગાડનાર યુવક ઝડપાયો
પોલીસે અપહરણકારને સુરેન્દ્રનગરથી પકડી પાડ્યો
પોલીસે સગીરાને મુક્ત કરાવી માતા-પિતાને સોંપ્યો
સગીરાને લગ્નની લાલચે ભગાડી જનારને ઉધના પોલીસે બાતમીના આધારે સુરેન્દ્ર નગર ખાતે જઈ ત્યાંથી ઝડપી પાડી સગીરાને અપહરણકારના ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત અને ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન વાબાંગ જામીર તથા નાયબ પોલીસ કમિશનર ઝોન ટુ ભગીરથ ગઢવી અને નાયબ પોલીસ કમિશનર સી ડીવીઝન ચિરાગ પટેલના માર્ગદર્શન હેઠળ ઉધના પોલીસે ઉધના પોલીસ મથકની હદમાંથી ગત 9 એપ્રિલના રોજ શ્રમજીવી પરિવારની 16 વર્ષ 10 મહિનાની ઉંમર ધરાવતી સગીરાને લગ્નની લાલચે ભગાડી ગયેલા આરોપીને ઝડપી પાડવા ઉધના પોલીસ મેદાને હતી ત્યારે ઉધના પી.આઈ. એસ.એન. દેસાઈ તથા સેકન્ડ પી.આઈ. વી.બી. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એમ.કે. ઈશરાણીની ટીમના અનાર્મ હેડ કોન્સ્ટેબલ સન્મુખ રણછોડભાઈ અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ બિનુકુમાર મુન્નુભાઈ એ બાતમીના આધારે ખાતે જઈ ત્યાંથી આરોપી રુપેશ કલાભાઈ ઠાકોરને ઝડપી પાડી ભોગ બનનાર સગીરાને મુક્ત કરાવી તેનો કબ્જો તેના માતા-પિતાને સોંપ્યો હતો.